Sunday, May 31, 2009

બાપુ ડાયરાનો કા'ણ નો પ્રસંગ

અમારા રાણાસાહેબ ના એક કુંટુંબીજન હામતુભા હતા, એ કડુમાં રહેતા હતા.

હવે એમાં હામતુભા બિમાર પડ્યા અને ગુજરી ગ્યા...! એટલે એ ગામડાના રીવાઝ પ્રમાણે કમલ, આદીલસર ને લખતર, પેઢડા,હજામચોરા ને મોરબી, રાજકોટ,જામનગર...ન્યાથી હંધેયથી મે'માન આવે...

ફાળીયા ઓઢીને બધા રોવે ને પછી રોકકળ થાય, ખરખરો કરે ને પછી બધાને છાના રાખે...પછી ડેલીયે બેહાડીને પછી કહૂંબાપાણી થાય ને પછી ચા - પાણી થાય....!!!

એમ પેઢડાથી એક ડાયરો આયવો...


ખરખરો થઇ ગ્યો.... રોકકળ પતી ગઇ....છાના રાખી લીધા...કહુંબા પાણી થય ગ્યા...ચા પાણી એ પીધા બધાએ...


ત્યારે એક દરબાર બોયલા....કે..!!! તારે હામતુ ભા કે નથી દેખાતા...?

ઓલા કેય કે મુંગા મરી ર્યોને એની તો કાણે આયવા છીયે...!!

પછી થોડક દીવસ પછી ડાયરો પાછો ભેગો થાય.

અને એ દરબારી ડાયરો જ્યાં ચોરે બેઠો હતો ત્યાં જીવલો હજામ આવીને ખાલી એટલુ બોલ કે.....અરરરરરર્.....!!! બાપુ ભારી થઇ.... ગઝબ થયુ....!!


ત્યાં તો આમ બેઠા હોય એની જગ્યાએ ઉભા પગે થય જાય....!! અરરરર..રરરર્...રરર વળી શું થયુ ??

એટલે ઓલો જીવલો બોલે કે' કે બાપુ આપણો મેરામણ ગુજરી ગયો..!!

અહાહા....હા..હા... મેરામણ જેવો મેરામણ...ધરતીને માંથે હાલતો ચાલતો..!! હાકોટા પડકારા કરતો..વયો ગ્યો...ઠામુકો..??

પણ ઓલુ કેય છે ને કે હારા માણસોની આયાય જરૂર હોય એના કરતા ઉપર જરૂર ભારે હોય..!!

ભારે કરી જીવલા ભારે કરી ....પરભુ એના આતમાને શાંતિ આપે...અને એના કંટંબ ને આ દખ સહન કરવાની હેંમત આપે....!!

પણ જીવલા એ મેરામણ ક્યો ?? અલા....!! બાપુ એ તરભોવન નો હગો કાકો....!!


અલા..... એ તરભોવન પણ લાખેનો માણાહ...પાંચમાં પુછાય એવો ને ભાંયગાનો ભેરૂ ને........... હાયલો આવતો હોયતો આલીયા મેરામણ જેવો લાગે..મેહ જેઠવા લાગે..!!

ઓલા કેય કે ... તરભોવન ક્યાં ગુજરી ગ્યો છે બાપુ...!!

આતો મેરામણ ગુજરી ગ્યો..!! તો કે'... હયશે હયશે....એયયય... લાખેનો માણાહ...પાંચમાં પુછાય એવો ને ભાંયગાનો ભેરૂ ને... એ બધુય હાચુ પણ ..એ મેરામણ આયનો કે પછી નવાગામનો...

તો કે જવા દિયોને બાપુ... ઓલખાન પાલખાન વગર નકામો ખરખરો કરી નાખો છો તે...!!!


મુવુ તારે જવા દીયો...!! મરી ગીયો હસે ...!!!

No comments: