Wednesday, May 27, 2009

સંર્દભ

જુદી ઝિદંગી છે, મિજાજે મિજાજે. જુદી બંદગી છે નમાજે નમાજે,

છે એક સમંદર થયુ એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે,


છે જીવન જેમ જુદા છે કાયા એ જુદી, છે મોત જુદા જનાજે જનાજે,

હટી જાય ઘુંઘટ ઢળી જાય ઘુંઘટ, જુદી પ્રિત જાગે મલાજે મલાજે...!!!


=========================================================


અમારે એક હનુભા કાકા છે બહુ રોનકી...!!


વાતનો ઉપાડ એવો કરે ને કે અધ્ધ વચ્ચેથી કરે.આગળ-પાછળ કાંઇ સંર્દભ નહી.

વાત આવી રીતે ચાલુ કરે..


" એયયયય.... ને મારે તો હેમાળે જાવુ છે અને ગજવામાં છે ને એક હોપારી લેતી જાવી છે."

અને પછી ન્યા હોપારી રાખી,એના માથે ઊધાં માથે થઇને એવા આકરા તપ કરવા છે...એવા આકરા તપ કરવા છે....ને કે ઇન્દ્રના ઇન્દ્રાસન હલબલાવી મુકવા છે.

હવે ઇન્દ્રનું ઇન્દ્રાસન નો હલબલાવી મુકૂને તો હા માનજો....!!


આવી વાતો કરે એટલે હું પછી પુછૂ કે, " આ છેક હેમાળે જઈને હાડ ગાળી નાખવા અને આકરા તપ કરવાનું કારણ શું ? ".

એટલે ધીરેથી રહીને કેય કે " હે... ભયલા.. !! કેય છેને કે અપસરાઓ તપોભંગ કરવા આવે છે.. મે કીધુ કે એ બધુ સતયુગમાં થાતુ..!!!


અત્યારે કોઇ તપોભંગ કરવા નથી આવતું, અને ટાઢનું લખલખુ આવશે ને,... મુંજારો થઈ જાશે...!!

એમ કે ન્યાય બયળુ ઓલાળુ છે, તો જાવા દીયો ત્યારે..!!


આતો એમ કે અપસરાઓ તપોભંગ કરવા આવે એટલે તપ-બપ કરીયે થોડુ...!!!

No comments: