Tuesday, May 26, 2009

નિરાંત રાખો ..!!

ખબર ના હતી કે ઝિંદગી ને રંગત મળી જશે...(૨)

તમારા સ્નેહની સુંવાળી સંગત મળી જશે.


દિલ ખોલી શકુ જેની પાસે પ્રેમથી,

આવા કોઇ જગતમાં અંગત મળી જશે.

=============================================================

ઘણા માણસો દિર્ઘ સુત્રિ હોય છે.

એટલે, એટલુ લાંબુ લાંબુ બોલે ને કે આપડે શું કહેવુ એ ખબર જ ના પડે.

એક જાણીતા કિસ્સાની વાત કરુ તો ,એકવાર એવુ થયુ ને કે એક ભાઇ ને ઉલ્ટી થઇ.



ડાક્ટર હારે જાણે સારો સંબંધ હોય, એટલે નાનુ છોકરુ આવી ને એમ કહી જાય કે મારા કાકાને આજે બપોરે દોઢ વાગે ઉલ્ટી થય તી....

અને આવે છે હમણાં.....ત્યાં ઓલો કાકો દવાખાના માં ગડે....


ડાક્ટરને તો સારો સંબંધ હોય એટલે તપાસ્યા વગર છુટકો નહી.....


એટલે આમ.... થેટોસ્કોપ મુકે...."અ અ અ શું તકલિફ થાય છે ??? "

એટલે કાકો ચાલુ કરે કે સવારે સાત વાયગે ઉયઠો.....!!

આમ તો ઉંઘ જાણે પાંચ વાગે ઉડી ગય તી...!!!

પણ ઊયઠો સાત વાગે અને ઓટે બેઠો બેઠો દાતણ કરતો તો...!!

સામે મુકુંદરાય બેઠા તા...તો મને કે કેમ છો ?

હવે તો જોને ઠીક નથી રેતુ...!!


ત્યાં તમારા કાકી કે હાલો ચા થઇ ગઈ છે...!!!

હું ચા પીવા ગ્યો..!!

મને કેય કે રાતની પુરીયુ પડી છે ખાયસો..??

મેં કીધુ લાવો તારે..!!

ભલા એકલી પુરી ગળે ઉતરે...!! એટલે ભેગુ અથાણૂ ખાધુ..

પુરીયુ ને બે કપ ચા પીધી અને બાર જઇ પાન ખાઇ અને જ્યાં બીડી ટેકવી ત્યાં પુનમચંદ ભેગા થ્યા..

તમે તો ભલા માણસ માયા મુકી દીધી પણ ક્યારેય ઘરે નો આવ્યા...!!

મેં કીધુ કે લ્યો હાલો ત્યારે..!!

પોપટ જેઠાની ત્યાંથી ગાંઠીયા લીધા.. ખાખરા ઘરેથી કાયઢા....!!

ખાખરા, ગાંઠીયા અને વળી બે - ત્રણ કપ ચા પીધી..!!

હવે એ પીય ને જ્યાં હું બહાર નીકળયો ત્યાં અશોકભાઈ ભેગા થ્યા..!!

પોપયું ખાતા તા... તો મને હોત દીધુ....!!

ખાવને તમે તયી.. મેય ખાધુ..!!

ત્યારે જરાક ઉબકો આયવો....!!!


ડાક્ટરથી નો રેવાણુ....તયે ઉલ્ટી થયતી...!!

ત્યાં પેલો કાકો બોયલો.. બધુય આવશે નિરાંત રાખો...!!!



હવે દોઢ વાય્ગે ઉલ્ટી થઈ એનો સવારના પાંચ વાયગે ઉપાડ કરે...!!


ડાક્ટર આલા વિલા કરવા માંડે..!! વિચારે કે આનો છુટકારો ક્યારે થાશે...??

No comments: