Wednesday, December 25, 2013

થાય સરખામણી તો ઊતરતા છીએ....

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.

2 comments:

Unknown said...

એમ હું ચાહું તને…………

તું વિચારે તારી જીવન સંગીની વિશે , ને કલ્પના આવે મારી…... એમ હું ચાહું તને …
તું રહે સુખી સદા જીવનમાં , તારા રસ્તા ની અડચણ મળે મને …... એમ હું ચાહું તને …
તારો હર્દય ના તાર ઝણજણી ઉઠે , જયારે તું વિચારે મને …... એમ હું ચાહું તને …
તું પ્રેમ નો વિશાળ સમુદ્ર હોય ,અને હું ઉછળતી નદી નો બહાવ …... એમ હું ચાહું તને …
ભલે તું મળે કે ના મળે મને પણ , તે પેહલી મુલાકાત ના વિશરાય ક્યારેય …... એમ હું ચાહું તને …
હશે ને કદાચ રંગ રૂપ વિચારો નોખા , પણ સંબધો હમેશાં રહે ચોખા …... એમ હું ચાહું તને …
તું ઉદાસીન ના બને ક્યારેય પણ જીવનમાં , છતાં ક્યારેય હોય તો ખુશી ની લહેર બનું હું …... એમ હું ચાહું તને …
હું એ બનું સફળ તારી જેમ જીવન માં , પણ એમાય પ્રેણના બને તુજ મારી …... એમ હું ચાહું તને …

- નેહલ દોશી